લુણીધાર ગામે રહેતા એક વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જે બાદ તેને સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં તેનું મોત થયું હતું. આ અંગે બોટાદમાં રહેતા ગણેશભાઈ પાલજીભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમનો પુત્ર ચેતન ગણેશભાઈ ચૌહાણ સાત વર્ષથી લુણીધાર ગામે તેના નાના સાથે રહેતો હતો. અગમ્ય કારણોસર અનાજમાં નાખવાના ટિકડા પી લીધા હતા. જે બાદ સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં તેનું મોત થયું હતું.