કુંકાવાવ તાલુકાના લુણીધાર ખાતે આવતી કાલ તા. ૧૮ ને શનિવારના રોજ સાંસદ નારણભાઇ કાછડીયાના હસ્તે ઢસા-લુણીધાર ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા સહિતના આગેવાનો, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.