લુણાવાડામાં એક પુત્રએ પોતાના ઘરમાં વૃદ્ધ માતા-પિતાની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ચકચારી બનાવમાં પિતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે હિચકારો જીવલેણ હુમલો કરનાર પુત્રે હાથની નસ કાપતા તેને ઈજા પહોંચી છે. ઘટનાને પગલે પોલીસના ઘાડેઘાડા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યારે આ ઘટનાને પગલે ઘર આગળ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, લુણાવાડા શહેરની જૂની પોસ્ટ ઓફિસ બાલકૃષ્ણ સુથાર અગાઉ શેરબજારની ઓફિસ ચલાવતા હતા, છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હતા. તેમના પિતા હસમુખલાલ સુથાર ઘરના નીચે કપડાં સીવવાના મશીન રિપેરિંગનું કામ કરતા હતા. જ્યારે માતા ચંદ્રીકાબેન ગૃહિણી છે. ઘરકંકાસના કારણે આ ઘટના બની હોવાની પોલીસને શંકા છે, પરંતુ પોલીસ દ્વારા હાલ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સવારે બાલકૃષ્ણ તીક્ષ્ણ હથિયાર વડે માતા-પિતાની ઉપર હુમલો કર્યો હતો અને કાળ બનીને ત્રાટક્્યો હતો. આ હુમલામાં પિતા હસમુખલાલના ગળા, હાથ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેનાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની માતા ચંદ્રીકાબેન પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલા બાદ બાલકૃષ્ણે પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે ઇજાગ્રસ્ત થયો છે.
બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઘાયલ માતા અને પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ સારવાર માટે બંનેને ગોધરા રીફર કરવામાં આવ્યા છે.
હાલમાં આ બનાવને ઘરકંકાસ સાથે જાડવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાની પાછળના સાચા કારણો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘાયલ માતા અને પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ સારવાર માટે બંનેને ગોધરા રીફર કરવામાં આવ્યા છે.
હાલમાં આ બનાવને ઘરકંકાસ સાથે જાડવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાની પાછળના સાચા કારણો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાલકૃષ્ણ સુથાર અગાઉ શેરબજારની ઓફિસ ચલાવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમણે આ વ્યવસાય બંધ કરી દીધો હતો. આર્થિક તંગી અને ઘરકંકાસના કારણે આ ઘટના બની હોવાની શક્યતા છે.આ ચકચારી બનાવને કારણે સમગ્ર લુણાવાડા શહેરમાં ચકચાર મચી ગઈ છે. લોકોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ અને શોક જાવા મળી રહ્યો છે.