બાબરા તાલુકાના લુણકી ગામે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહિલા મંડળ દ્વારા આયોજીત શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થતા જ મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઈ રહ્યાં છે. તા.૬ના રોજ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો હતો. જ્ઞાનયજ્ઞના વિવિધ દિવસે પ્રાગટ્ય દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.૧૦ના રોજ કાર્તિક-ગણેશ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો. આજે રવિવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજની કથામાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા, પ્રેમજીભાઈ ડોબરીયા, સુરેશભાઈ દેસાઈ, દકુભાઈ ભુવા, કાળુભાઈ સુવાગીયા, મૂળજીભાઈ પાનેલીયા સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા








































