લુણકીથી બાબરા તરફ જતા પુલ પછી મુખીની વાડી પાસે વળાંકમાં ફોરવ્હીલની ટક્કરથી યુવકનું મોત થયું હતું. વિજયભાઈ ભીખાભાઈ મકવાણાએ જીજે-૦૩-સીઈ-૪૮૪૩ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના કાકાના દીકરા મરણજનાર કવનભાઇ પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાઇકલ રજી. નં.gj-૧૪-ar-૯૪૨૩ વાળુ લઇ મરણજનારના ભત્રીજા સાહેદ પ્રિન્સ તથા સાહેદ જાગૃતિને સાથે બેસાડી લુણકીથી બાબરા પોતાના ઘર તરફ આવતા હતા. લુણકીથી બાબરા તરફ જતા પુલ પછી મુખીની વાડી પાસે આવેલ વળાંકમાં સામે બાબરા તરફથી આવતા એક સ્વિફ્ટ ફોરવ્હીલ ગાડી રજી. નં.gj-૦૩-ce-૪૮૪૩ વાળીના ચાલકે પોતાના હવાલા વાળી સ્વિફ્ટ કાર પુરઝડપે અને ગફલતભરી રીતે માનવજીંદગી જોખમાય તે રીતે ચલાવી અને મરણજનાર કવનભાઇના મો.સા. સાથે ભટકાડી મરણજનાર કવનભાઇનો જમણો પગ તથા જમણો હાથ ભાંગી નાખી તથા શરીરે પેટના ભાગે ઇજા કરી મોત નિપજાવ્યું હતું. કવનભાઇના ભત્રીજા સાહેદ પ્રિન્સને જમણા પગનો અંગુઠો કપાઇ ગયો હતો અને જમણો હાથ ભાંગી નાખી તથા ભત્રીજી સાહેદ જાગૃતિને જમણા પગે પીંડીના ભાગે તથા ઢીંચણના ભાગેથી પગ ભાંગી નાખી તથા સાથળના ભાગે ઇજા કરી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એમ. ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.









































