પાકિસ્તાનમાં આર્થિક મંદી, મોંઘવારી અને બેરોજગારીએ જનતાને શહબાઝ શરીફ સરકાર અને આસીમ મુનીરની સેના વિરુદ્ધ ભડકાવી દીધી છે. પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર, બલુચિસ્તાન, ગિલગીટ-બાÂલ્ટસ્તાન અને સિંધ જેવા વિસ્તારોમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, જે રાષ્ટ્રીય એકતા માટે જાખમ બની રહ્યા છે. આ આંદોલનો માત્ર સ્થાનિક મુદ્દાઓ નથી, પરંતુ સરકારી દમન અને સંસાધનોના શોષણ વિરુદ્ધની વિદ્રોહી લહેર છે.પીઓકેમાં સપ્ટેમ્બર ૨૦૨૫માં શરૂ થયેલા આંદોલનોમાં સેનાએ ગોળીબાર કર્યો, જેમાં ૧૨ લોકો માર્યા ગયા અને ૨૦૦થી વધુ ઘાયલ થયા. અવામી એક્શન કમિટીના નેતૃત્વમાં વેપારીઓ, વકીલો, વિદ્યાર્થીઓ અને સિવિલ સોસાયટીના સભ્યોએ રસ્તાઓ પર ઉતરીને મુખ્ય માંગો ઉઠાવી હતી.૧૨ રિઝર્વ્ડ વિધાનસભા સીટો રદ્દ કરવી, વીજળીનો કાપ મૂકવો, ઘઉં અને આવશ્યક વસ્તુઓ પર સબસિડી અને સ્થાનિક આવક પર નિયંત્રણ. પ્રદર્શનકર્તાઓએ પારદર્શિતા, ભ્રષ્ટાચાર અને ફંડની લૂંટ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. સેનાએ ઇન્ટરનેટ બંધ કરી દીધું અને કર્ફ્યુ જેવું વાતાવરણ બનાવ્યું, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા સમાચાર બહાર આવ્યા અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ તેને મહત્વ આપ્યું. આંતરરાષ્ટ્રીય શરમથી બચવા સરકારે વિરોધીઓ સાથે સમજૂતી કરી, પરંતુ સ્થાનિકો તેને ‘જૂઠી સમજૂતી’ કહે છે કારણ કે વાસ્તવિક સુધારા થયા નથી. સ્થાનિકોની ફરિયાદ છે કે સરકાર પીઓકેથી ટેક્સ વસૂલે છે પણ રસ્તા, શાળાઓ અને હોસ્પિટલ પર ધ્યાન આપતી નથી. બલુચિસ્તાન, પાકિસ્તાનનો સૌથી મોટો અને સંસાધનસમૃદ્ધ પ્રાંત, સૌથી ગરીબ અને અશાંત રહ્યો છે.૨૦૨૪ રિપોર્ટમાં જણાવાયું કે ૬૭૪ લોકો ગુમ થયા, જેમાંથી ૪૬૬ હજુ લાપતા છે અને ૧૮૭ વિદ્યાર્થીઓ છે. માનવાધિકાર સંસ્થાઓએ આરોપ લગાવ્યો કે સુરક્ષા બળો અને ખુફિયા એજન્સીઓ રાષ્ટ્રીય સુરક્ષા નામે બલુચ કાર્યકર્તાઓને નિશાન બનાવે છે. જનતા કુદરતી ગેસ, કોલસો અને ખનિજાના શોષણથી ક્રોધિત છે, સરકાર અને સેનાએ સંસાધનો લૂંટ્યા પણ સ્થાનિકોને શિક્ષણ, આરોગ્ય કે રોજગાર નથી મળ્યા. પ્રખ્યાત બલુચ મહિલા કાર્યકર્તા કરીમા બલુચનું જૂનું નિવેદન આજે પણ ચર્ચામાં છે ‘આપણા બાળકોને ઉઠાવવામાં આવે છે, સંસાધનો છીનવાય છે, અને આપણને જ આતંકવાદી કહેવામાં આવે છે.’ તેમની ૨૦૨૦માં ટોરોન્ટોમાં સંદિગ્ધ મોતને પાકિસ્તાન જવાબદાર ગણાવવામાં આવે છે. ગિલગીટ-બાÂલ્ટસ્તાન (ય્મ્)માં પણ વિરોધની આગ ભભૂકી રહી છે. આ વિસ્તાર બંધારણીય રીતે પ્રાંત નથી, તેથી લોકોને સંસદમાં પ્રતિનિધિત્વ કે સંસાધનો પર નિયંત્રણ નથી.આસીમ મુનીરની સેના અને સરકાર વિરુદ્ધ નિયમિત પ્રદર્શનો થાય છે. જીબીમાં એક મહિના માટે ધારા ૧૪૪ લગાવવામાં આવી, જે જાહેર મીટિંગ્સ અને રેલીઓ પર પ્રતિબંધ મૂકે છે. એપ્રિલ ૨૦૨૫માં શિગર જિલ્લામાં ખનિજ બિલ અને વીજળી સંકટ વિરુદ્ધ મોટા આંદોલનો થયા. સ્થાનિક ટ્રેડ યુનિયનોએ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર વિરુદ્ધ પ્રદર્શન કર્યું, કારણ કે ‘આપણી જમીનો ચીન અને સેનાના હવાલે કરવામાં આવી રહી છે.એચઆરસીપીની ૨૦૨૪ રિપોર્ટમાં જણાવાયું કે ય્મ્માં બેરોજગારી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ૧૨% વધુ છે અને અનેક સરકારી હોસ્પિટલોમાં આવશ્યક સાધનો નથી. સિંધી રાષ્ટ્રવાદી સંસ્થાઓએ આરોપ લગાવ્યો કે સેના ‘એક ભાષા, એક ઓળખ’ની નીતિ થોપી રહી છે અને સ્થાનિક સંસ્કૃતિ, શિક્ષણ અને રોજગારમાં ભેદભાવ કરે છે. આ ચાર વિસ્તારોની વાર્તા એક જ છેઃ આર્થિક કટોકટી, બેરોજગારી, સેનાનું દમન અને સંસાધનોની લૂંટ.આઇએમએફના દેવા પર ચાલતું પાકિસ્તાન પોતાના લોકોનો વિશ્વાસ ગુમાવી ચૂક્્યું છે. વિશ્લેષકો કહે છે કે આ વિરોધો રાષ્ટ્રીય એકતા માટે જાખમી ઘંટડી છે. જા સુધારા ન થયા તો પાકિસ્તાનનું વિભાજન અટકાવી શકાય નહીં.










































