બગસરાના લુંઘીયા ગામે રહેતી એક સગીરાને મેઘા પીપળીયા ગામનો યુવક લગ્નની લાલચ આપી ભગાડીને લઈ ગયો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ વડિયા તાલુકાના મેઘા પીપળીયા ગામે રહેતા યાજ્ઞિક પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી તેમની સગીર પુત્રીના ભોળપણનો લાભ લઈ પ્રેમજાળમાં ફસાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી બદકામના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો.