બગસરા તાલુકાના લુંઘીયાથી કાગદડી રોડ બિસ્માર હાલતમાં હોવાથી આ માર્ગનું નવીનીકરણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ રજૂઆતને ધ્યાને લઇ આ માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવતાં ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઇ છે. માર્ગનું નવીનીકરણ કરવામાં આવનાર હોવાથી પીડાડાયક માર્ગથી પીડાતા વાહન ચાલકોને પણ હાશકારો થયો છે. ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ધીરૂભાઇ માયાણી, લુંઘીયાના સરપંચ કિશોરભાઇ કાનપરીયા, કલ્પેશભાઇ વેકરીયા, શિવરાજભાઇ બસીયા, દીગુભાઇ માલા, હરેશભાઇ વાળા, જારૂભાઇ માલા, હિંમતભાઇ દુધાત તેમજ ગ્રામજનો હાજર રહ્યાં હતાં.