(એ.આર.એલ),જૂનાગઢ,તા.૧૨
જૂનાગઢમાં વિધિવત રીતે લીલી પરિક્રમાની શરુઆત થાય તે પહેલા જ લાખો ભાવિકો પરિક્રમા માટે આવી પહોંચ્યા હતા. ૨ લાખથી વધુ ભાવિકો પરિક્રમા રુટ પર હોવાનો અંદાજ છે. ૫૦ હજાર જેટલા ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી છે. ગિરનાર જંગલમાં યાત્રકોનો અવિરત પ્રવાહ જાવા મળ્યો છે.
વિવિધત પરિક્રમા શરુ થાય તે પહેલા એક લાખ યાત્રક પરિક્રમા પૂરી કરી બોરદેવી પહોંચે તેવી શક્યતા છે. આજે મધરાતે સાધુ સંતો, રાજકીય અગ્રણીઓની હાજરીમાં પરિક્રમાનો વિધિવત આરંભ થશે. જા કે ગિરનારની લીલી પરિક્રમામાં આવેલા ૨ યાત્રાળુના હાર્ટ એટેકથી મોત થયા છે. મૃતકનું નામ પરશોતમભાઈ જગદીશભાઈનું એટેકથી મોત થયું છે. રાજકોટના મહેશ રૂડાભાઈનું પણ એટેકથી મોત થયુ છે.
લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગિરનાર તરફ જવા વન વે રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. લીલી પરિક્રમામાં વીસ લાખ લોકોના આવવાના અંદાજને ધ્યાને લઇ એસ પી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.શહેરના ૪૨૭ કેમેરાઓ થી સતત નજર રાખવામાં આવશે.ગિરનાર પરિક્રમા માટે કુલ ૨૪૨૭ પોલીસ કર્મી ફરજ બજાવશે. આ ઉપરાંત બોડીવોરન કેમેરા ૨૧૦, રસા ૧૯, અગ્નશામક ૪૯,વાયરલેસ સેટ ૪૦, રાવટી ૪૭. ,વોકીટોકી ૧૯૫ જેવા આધુનિક સાધનો સાથે પોલીસ કર્મી ફરજ પર રહેશે. ચોરી, લૂંટફાટ જેવી ઘટના કે આકસ્મક ઘટનાઓ પર
પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે.