આજના આધુનિક યુગમાં માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવા માટે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલીયા ખાતે “મેન્ટલ હેલ્થ અવેરનેસ એન્ડ સ્યુસાઈડ પ્રિવેન્શન” (માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને આત્મહત્યા નિવારણ) વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડા. રાજેન્દ્રસિંહ રાઠોડની પ્રેરણા અને કોમર્સ વિભાગના અધ્યક્ષ ડા. પ્રકાશ પરમારના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ વ્યાખ્યાનમાં હિન્દી વિભાગના અધ્યાપક ડા. મહેશ વાઘેલાએ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વહીવટી સ્ટાફને માનસિક તંદુરસ્તી, ડિપ્રેશન, તણાવ અને ચિંતામાંથી બહાર આવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.વિદ્યાર્થીઓ અને કોલેજના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફે કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આભારવિધિ ડા. મહેશ ગઢિયા દ્વારા કરવામાં આવી હતી.