લીલીયા મોટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભનુભાઇ ડાભીની આગેવાનીમાં શહેર સેવા સમિતિ દ્વારા ઝંપલાવવામાં આવ્યું છે. જેને લઇને આજે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાના હસ્તે કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે ચતુરભાઇ કાકડીયા, રાશીભાઇ ડેર, ઘનશ્યામભાઇ મેઘાણી, આર.બી.ભાલાળા, ઘનશ્યામભાઇ બારૈયા, ભીખાભાઇ ધારીયા, ભરતભાઇ હેલૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.