છેલ્લા એક માસથી અમરેલી જીલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે મોટાભાગના વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં પણ ગઈકાલે લાઠી- બાબરા-અમરેલી-બગસરા વિસ્તારમાં ભારે વરસાદ પડતા ગાગડીયો અને શેત્રુંજી નદીમાં ભારે પૂર આવ્યુ હતું. જેના કારણે લીલીયા તાલુકામાં ખેતરોમાં પૂરના પાણી ઘૂસી જતા ભારે ધોવાણ થયુ છે. આ વિસ્તારના ખેડૂતોને ખેતી સિવાય કોઈ આવક ન હોય આ વિસ્તારના ખેડૂતોને તાત્કાલીક આર્થિક રાહત પેકેજ આપવામાં આવે તેવી રજૂઆત જીલ્લા પંચાયતના સદસ્યા રમીલાબેન ધોરાજીયાએ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને કરી છે.