લીલીયાથી જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઈ દુધાતે સાંસદ ભરતભાઈ સુતરીયાને પત્ર પાઠવી જણાવેલ છે કે, લાઠી-લીલીયા-સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં ગ્રામ પંચાયતો દ્વારા સરકારની અલગ અલગ ગ્રાન્ટમાંથી પીવીસી ગટર લાઈનના કામો નિયમાનુસાર કરવામાં આવે છે. પરંતુ જિલ્લાના અન્ય તાલુકામાં પંચાયતની બાંધકામ શાખા દ્વારા ગ્રામ પંચાયતોને ૧ મીટરના કામ માટે અંદાજીત રૂ.૯૧૧/- ચુકવવામાં આવે છે. જયારે લાઠી-લીલીયા-સાવરકુંડલા તાલુકામાં ગ્રામ પંચાયતોને ૧ મીટરના કામ માટે રૂ.૭૦૨ ચુકવવામાં આવે છે જેથી એક જ કામ માટે ભાવની વિસંગતતા થતી હોવાથી લાઠી-લીલીયા-સાવરકુંડલા તાલુકાની ગ્રામ પંચાયતોને ઓછા ભાવને કારણે નુકસાન થતું હોય છે. આથી જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતોને આવા કામ માટે રૂ.૯૧૧ ચુકવવા માંગણી છે. જા આ પ્રમાણે ભાવ ચુકવાય તો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા કામોની ક્વોલિટી સારી થઈ શકે.