અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય વિપુલભાઈ દુધાતે અમરેલી જિલ્લાના લીલીયા રેલ્વે સ્ટેશન પર નવું પ્લેટફોર્મ બનાવવા સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઇ સુતરિયાને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સ્ટેશન પર એક પ્લેટફોર્મ કાર્યરત છે અને લીલીયા રેલ્વે સ્ટેશન પર પેસેન્જર ટ્રેન અપ-ડાઉન ચાલે છે. પરંતુ જયારે પેસેન્જર ટ્રેનનું લીલીયા રેલ્વે સ્ટેશન પર ક્રોસીંગ થાય છે ત્યારે પેસેન્જરોને હાલના પ્લેટફોર્મની સામેની બાજુમાં પ્લેટફોર્મ વગર ઉતારવામાં આવે છે અને રેલ્વે લાઈન ઓળંગવી મુશ્કેલ છે. હાલના પ્લેટફોર્મની ઉંચાઈ ૩ ફુટ છે જેથી મહિલાઓ, બાળકો, વિકલાંગો, દર્દીઓ તથા વૃધ્ધ લોકોને રેલ્વે સ્ટેશનથી બહાર નિકળવામાં ખુબજ અગવડતા
પડે છે. પીપાવાવ પોર્ટથી આવતી માલગાડીની અવર-જવર વધારે હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ રહે છે જેથી આવા મુસાફરોને ધ્યાનમાં રાખી નવું પ્લેટફોર્મ બનાવવું જોઇએ.