લીલીયા મોટા સિવિલ હોસ્પિટલ ખાતે સોમવારના રોજ મમતા દિવસ નિમિત્તે સગર્ભા માતાઓની ડો. ક્રિષ્નાબેન ધામત તથા ડો. હિરેન ચત્રોલા સા.આ.કે. લીલીયા દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. આ નિમિત્તે બાળકોનું રસીકરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં પરેશભાઈ ગોસાઈ, રોહિતભાઈ માધડ, સીમાબેન ડાભી, અમિતભાઈ ટાંકનો પણ ફાળો રહ્યો હતો.