લીલીયા તાલુકા મથકનું ગામ હોવાથી અહીંથી અન્ય શહેરોમાં જવા મોટી સંખ્યામાં લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે. બસ સ્ટેન્ડમાં પશુઓ અને ગંદકીનું સામ્રાજ્ય હોવાથી મુસાફરો હેરાન પરેશાન થાય છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસની ગુલબાંગો વચ્ચે શહેરના એસટી બસ સ્ટેન્ડની દુર્દશા જોવા મળે છે જેને લઇ મુસાફરો હેરાન પરેશાન છે. ત્રણ કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ મંજૂર થઈ ગયા હોવાની ગુલબાંગો સાંભળવા મળી રહે છે તેવા સમયે નવું બસ સ્ટેન્ડ ક્યારે બનશે તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.