લીલીયા મોટા ખાતે આવેલ રેલ્વે ફાટક નં. ૪૧-ઝ્ર પર અવારનવાર ટેકનિકલ ખામી સર્જાતા સ્થાનિક લોકો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ફાટક બંધ થયા બાદ સમયસર ખુલતો ન હોવાથી લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. આ રસ્તા પરથી મફત પ્લોટ, સાઈનાથ પ્લોટ અને વેલનાથ પ્લોટ
આભાર – નિહારીકા રવિયા સહિતના વિસ્તારોમાં લોકો અવરજવર કરે છે. તેમજ નજીકમાં સિવિલ હોસ્પિટલ આવેલ હોવાથી દર્દીઓ અને એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે. ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળવામાં વિલંબ થવાની શક્યતા રહે છે. આ અંગે રેલવે વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.