લીલીયા મોટા પ્રગતિ ક્રેડિટ સોસાયટી દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, પરિવારજનો અને સ્ટાફ સાથે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસની શરૂઆત જગતજનની મા અંબાજીના દર્શન કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રગતિ ક્રેડિટ સોસાયટીના ડિરેકટરોએ બે દિવસ માટે આબુના સ્થળોની મુલાકાત લીધી હતી. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થાઓનો અભ્યાસ કરવાનો હતો. આ હેતુથી ટીમે મહેસાણા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી ડેરી, દૂધ સાગર ડેરીની મુલાકાત લીધી અને સહકારી પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના કલોલ પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી, જ્યાં ખાતરની નેનો ટેકનોલોજી, નેનો ડીએપી અને નેનો યુરિયા વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી.
ટીમે યુરિયા ઉત્પાદન પ્રક્રિયાને રૂબરૂ નિહાળી હતી. આ પ્રવાસની અંતિમ મુલાકાત ગુજરાતના મોખરાના માર્કેટિંગ ફેડરેશન, ગુજકોમાસોલની હતી. અહીં પ્રગતિની ટીમે NCUI, IFFCO અને GUJCOMASOLના ચેરમેન દિલીપભાઈ સંઘાણીને તેમના જન્મદિવસ નિમિત્તે રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી.