લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક લીલીયા પોલીસ સ્ટેશનના પી.આઇ એમ.ડી. સાળુંકેના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં આવનાર તહેવાર ગણપતિ વિસર્જન તેમજ ઈદ એ મિલાદ ઉન નબી જેવા તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા શુભ હેતુથી શાંતિ સમિતિની બેઠક બંને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ તકે સરપંચ જીવનભાઈ વોરા, ભીખાભાઈ ધોરાજીયા, બાબુભાઈ ધામત, ભનુભાઈ ડાભી, સયદૂબાપુ કાદરી, ઘનશ્યામ મેઘાણી, કેપ્ટન ધામત, પરીન સોની, નિલેશ શેખલીયા સહિતના બંને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.









































