લીલીયા મોટા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની આગેવાનીમાં અને પીજીવીએસએલ અધિકારીઓની હાજરીમાં ડાયમંડ એસોસિએશન સંબંધિત પ્રશ્નોને ધ્યાનમાં રાખી બેઠક યોજાઈ હતી. બેઠકના અનુસંધાને અધિકારી સી.કે. દેવમુરારીની દેખરેખ હેઠળ શહેરના તમામ ટી.સી. પર મેન્ટેનન્સ કામગીરી હાથ ધરાઈ, જેમાં ડીયા-પીનો બદલવા, કનેક્શન સુધારવા તેમજ જનરલ મેન્ટેનન્સનો સમાવેશ થયો હતો. આ કામગીરી બદલ ડાયમંડ એસોસિએશન પ્રમુખ ભુપતભાઈ ધામત દ્વારા ધારાસભ્ય કસવાલા, અધિકારીઓ તથા ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.










































