લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્યના અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવેલ જેમાં તાલુકા પંચાયત કારોબારીના ચેરમેન તરીકે રાશિભાઈ ડેરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. આ તકે વિપુલભાઈ દુધાત જિલ્લા પંચાયત સદસ્ય, ભીખાભાઈ ધોરાજીયા ભાજપ અગ્રણી, કાનજીભાઈ નાકરાણી, ભનુભાઈ ડાભી, લીલીયા સરપંચ જીવનભાઈ વોરા, આનંદ ધાનાણી, ઘનશ્યામભાઈ મેઘાણી, શ્વેતાબેન હેલૈયા, જયસુખભાઈ સુરાણી, વાલજીભાઈ માંડણકા, ભરતભાઈ ઠુંમર, મનુભાઈ ડેર, બાલાભાઈ ભરવાડ, તુષાર ધોરાજીયા દ્વારા રાશિભાઈ ડેરને શુભકામનાઓ આપી મોં મીઠા કરી પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો.