લીલીયા મોટાની ગ્રામ પંચાયત કચેરીમાં સફાઈ મેન્ટેનન્સની રકમ છેલ્લા ૧૦ વર્ષથી આવેલ ન હોય ત્યારે સાંસદ ભરતભાઈ સુતરીયા દ્વારા દસ દિવસમાં મેન્ટેનન્સના રૂ.૪ લાખનો ચેક લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરાને જિલ્લા પંચાયત કચેરી ખાતે બોલાવી અને ચેક આપવામાં આવેલ હતો. આ તકે લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન નાકરાણી, જિલ્લા પંચાયત સદસ્યા રમીલાબેન ધોરાજીયા, વિપુલભાઈ દુધાતનો આભાર વ્યકત કર્યો હતો.