પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ક્રાંકચ હેઠળના લીલીયામોટા ગામના પાણી ભરેલા તમામ મોટા ખાડાઓમાં ડાયફ્‌લોરોબેનઝયુરોન દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાહકજન્ય રોગચાળો ન ફેલાય તેમજ શેરીઓમાં, ચોકમાં કાયમી વરસાદી પાણીના ભરેલા ખાડા ખાબોચીયામાં અને વધારે ઉંડાઈવાળા મોટા ખાડામાં ઓઈલ બોલ નાખવામાં આવેલ. આરોગ્ય કર્મીઓ-આશાબહેનોએ ઘરે ઘરે જઇને ધનિષ્ઠ પોરાનાશક તેમજ સર્વેલન્સ કામગીરી કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ અધિકારી, મેડિકલ ઓફિસરના માર્ગદર્શન પ્રમાણે આ કામગીરી કરવામાં આવી હતી. સુપરવાઈઝર એન.આર. વેકરીયા અને વિજયભાઈ ધાધલ કર્મચારી દ્વારા જહેમત ઉઠવામાં આવી હતી. લોકોને વાહકજન્ય રોગોથી બચવા માટે માહિતી આપેલ છે.