લીલીયા મોટા ગામે કેન્સરના દર્દી પ્રવિણભાઈ બચુભાઈ કવાને તાલુકા પંચાયત દ્વારા સ્વ ભંડોળમાંથી કેન્સર સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ કોગથીયા દ્વારા જહેમત ઉઠાવી કેન્સર સહાય ચૂકવવામાં આવી હતી. વિજયભાઈ હંમેશા અનેક દર્દીઓને સહાય મળે તે માટે અવિરત કાર્ય કરે છે. આ તકે કોંગ્રેસ અગ્રણી નીતિનભાઈ ત્રિવેદી, તાલુકા પ્રમુખ બહાદુરભાઈ બેરા આ પરિવારને સહાય ચૂકવવા હાજર રહ્યા હતા.