અમરેલી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા લીલીયા મોટા ખાતે ૭૬મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે વૃક્ષોના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે લોકોને ‘ગ્રીન કવર’ વધારવા અને વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી. ‘એક પેડ મા કે નામ ૨.૦’ અભિયાન અંતર્ગત ધારાસભ્યએ વૃક્ષારોપણ કર્યું અને રોપા વિતરણ માટેના વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું. આર.એફ.ઓ. જ્યોતિબેન ખાખસે લીલીયામાં નર્સરી સ્થાપવાની માંગ કરી જેથી સ્થાનિક લોકોને રોપા માટે સરળતા રહે અને હરિયાળું વાતાવરણ જાળવવામાં મદદ મળે.