લીલીયા ખાતે તાલુકા ભાજપ પરિવાર અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે નવનિયુક્ત સાંસદ ભરતભાઈ સુતરીયાનો સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા, જે.વી. કાકડીયાના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભીએ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તાલુકા ભાજપ પરિવાર અને સરપંચ જીવનભાઈ વોરા દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા મહેશભાઈ કસવાલા,સાંસદ ભરતભાઈ સુતરીયાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી. આ તકે જીવનભાઈ વેકરીયા, ભાવેશભાઈ રાદડિયા,વિપુલભાઈ દુધાત,ભીખાભાઈ ધોરાજીયા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.