મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે લીલીયા મોટા ખાતે લીલીયા તાલુકામાં આવેલ તમામ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓની એક વિશાળ રેલી રન ફોર વોટ લીલીયા મોટા શહેરના માર્ગો પર કાઢવામાં આવી હતી. આ રેલી મામલતદાર કચેરીથી શરૂ કરી શહેરની મુખ્ય બજારોમાં સૂત્રોચ્ચાર સાથે ફરી હતી જે તાલુકા પંચાયત ખાતે સમાપ્ત થઈ હતી. આ તકે મામલતદાર દેસાઈ, આશિષ ગોસાઈ, પંકજ બારૈયા,T.D.O તુષાર રાદડિયા, કિશોરભાઈ આચાર્ય,PSI એસ.આર.ગોહિલ,T.H.O સિદ્ધપુરા, ઇ.હ્લ.ર્ં ગલાણી, ઝ્ર.ડ્ઢ.ઁ.ર્ં મીનાક્ષીબેન, કેતનભાઇ કાનપરિયા, વિમલભાઈ મહેતા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.