લીલીયા મોટાના દિલીપભાઈ સંઘાણી સહકાર ભવન ખાતે વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને રત્નકલાકાર પરિચય કાર્ડ વિતરણનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભુપતભાઈ ધામત દ્વારા વિસ્તારના તમામ રત્નકલાકાર ભાઈઓને વધુમાં વધુ કાર્ડ કઢાવીને પોતાની ઓળખ આપવા આગ્રહ કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ લલિતભાઈ ઠુંમર, કાળુભાઈ સુવાગીયા, ભુપતભાઈ ધામત, પ્રગતિ બેન્કના વાઇસ ચેરમેન પ્રકાશભાઈ વિરાણી, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, ગૌતમભાઈ વિછીયા, કાનજીભાઈ નાકરાણી, સરપંચ જીવનભાઈ વોરા, ભનુભાઈ ડાભી, મનુભાઈ ડાવરા, ડો. કુંભાણી, ખોડાભાઈ માળવિયા, પરીન સોની તેમજ લીલીયા ડાયમંડ એસોસિએશનના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીગ્નેશભાઈ સાવજ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમની આભારવિધિ ભરતભાઈ ગરાણીયા દ્વારા કરવામાં આવી હતી.










































