લીલીયા મોટા ખાતે લીલીયા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બપોરના ચાર કલાકે ભીડભંજન મહાદેવ ખાતેથી બાઈક રેલીનું પ્રસ્થાન થયું હતું આ પ્રસંગે લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારના બ્રહ્મ પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન પરશુરામજીનો જય જયકાર બોલાવ્યો હતો. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી,ગૌતમભાઈ વિછીયા, જીગ્નેશ સાવજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.