લીલીયામાંથી નીકળતી નહેર બાવળ અને કાદવ-માટીના ગંજથી ભરાઇ જતા સરપંચ દ્વારા નહેરની સફાઇ કરવા નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. લીલીયા મોટા સરપંચ જીવનભાઇ વોરાએ પત્રમાં જણાવ્યું કે, કચરાના કારણે ચોમાસામાં બહારથી આવતા પાણીનો યોગ્ય નિકાલ ન થઇ શકતા પાણી ગામમાં ગરીબ વિસ્તારોમાં ફેલાઇ જાય છે. જેના કારણે ગરીબ લોકોના મકાનો પડી જાય છે, ઘરવખરી તણાય છે અને લોકોને ખૂબ મુશ્કેલી પડે છે. એટલું જ નહીં નહેરના ગંદા પાણીના કારણે મચ્છરજન્ય રોગોનો ખતરો હોય, હાલ ગ્રામ પંચાયત પાસે કોઇ ભંડોળ ન હોવાથી સફાઇ થઇ શકે તેમ નથી. જેથી આપની કક્ષાએથી યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે.