લીલીયા મોટામાં વડવાળા ચોક ખાતે VHP તેમજ બજરંગ દળ દ્વારા પહેલગામમાં શહીદ થયેલ શહીદો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં ૨૬ પર્યટકો શહીદ થયા હતા. જે બનાવને તમામ સંગઠનો દ્વારા વખોડી કાઢવામાં આવ્યો હતો. આ બનાવને લઈને મોટા લીલીયા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા વડવાળા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેના કાર્યક્રમમાં જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઈતેશભાઈ મહેતા, યુવરાજસિંહ પલવાર, જિલ્લા વિ.હિ.પ. સત્સંગ પ્રમુખ કમલેશભાઈ અગ્રાવત, નિલેશભાઈ શેખલીયા, કિરીટભાઈ રવાણી, મિત સોળીયા, ભનુભાઈ ડાભી, બાબુભાઈ ધામત, એડવોકેટ સવજીભાઈ ભડકોલીયા, જીતુભાઈ પાઠક, કેપ્ટન ધામત, ઘનશ્યામભાઈ મેઘાણી, ધારૈયા સહિતનાં ઉપÂસ્થત રહ્યાં હતા અને મૃતકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી.