લીલીયા મોટા જલારામ મંદિર ખાતે લીલીયા તાલુકા કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરથી નિરીક્ષકો તરીકે લલિતભાઈ વસોયા, દિનેશભાઈ મકવાણા હાજર રહ્યા હતા.આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પૂર્વ પ્રમુખ ઠાકરશીભાઈ મેતલીયા, ડી.કે.રૈયાણી, અર્જુનભાઈ સોસા, શાંતિલાલ રાણવા, મનીષભાઈ ભંડેરી, સંદીપભાઈ પંડ્‌યા, વલ્લભભાઈ ઝિંઝુવાડીયા, રમેશભાઈ ગોહિલ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સૌપ્રથમ સૌનું સ્વાગત તેમજ પ્રવચન તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવિયાએ કર્યું હતું. ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે પ્રવચન કર્યું અને ઠાકરશીભાઈ મેતલીયાએ કોંગ્રેસના કામોની ચર્ચા કરી હતી.
આ તકે નિરીક્ષક દિનેશભાઈ મકવાણા, લલિતભાઈ વસોયાએ સંગઠન વિશે ચર્ચા તેમજ
માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદીએ કોંગ્રેસ સમિતિ દ્વારા બે ઠરાવ રજૂ કરાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.