લીલીયા મોટા ખાતે ૩૧ મે ના રોજ “વિશ્વ તમાકુ નિષેધ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે લોકો તમાકુના વ્યસનથી દૂર રહે તે માટે જનજાગૃતિ ફેલાવવા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીને તાલુકા શિક્ષણ અધિકારીએ મામલતદાર કચેરીએથી પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યાં મામલતદાર દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી તુષાર રાદડીયા, તાલુકા હેલ્થ ઓફિસર સિદ્ધપુરા, આંગણવાડી સુપરવાઈઝર ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ રેલીમાં તાલુકા હેલ્થ ઓફિસના કર્મચારીઓ, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર, મેલ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ અને મેલ હેલ્થ વર્કર, આશા ફેસિલિટેટર, આશા બહેનો તથા અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.