લીલીયા મોટા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ તકે બાબાસાહેબ આંબેડકર હોલથી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું, જે રેલી લીલીયાની મુખ્ય બજારોમાં જય ભીમના નાદ સાથે ફરી હતી. ત્યારબાદ સ્ટેશન રોડ પર આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તથા લાઠી રોડ ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવેલ. મુસ્લિમ સમાજ દ્વારા સરબતની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. લીલીયા તાલુકાના આગેવાનો, યુવાનો, વડીલો ભાઈઓ-બહેનો, મિશનરી ભાઈઓ-બહેનો તેમજ રાજકીય આગેવાનો આ તકે હાજર રહેલ. આ સમગ્ર કાર્યક્રમ ડો. બાબાસાહેબ આંબેડકર યુવા ગ્રુપ લીલિયા તાલુકા દ્વારા યોજવામાં આવેલ હતો.








































