જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં લીલીયા મોટા ખાતે તાલુકા ભાજપ કારોબારીની બેઠક યોજાઇ હતી. આ તકે ભનુભાઇ ડાભી, જિગ્નેશભાઇ સાવજ, ગૌતમભાઇ વીંછીયા, ભીખાભાઇ ધોરાજીયા, મગનભાઇ કાનાણી, હનુભાઇ ધોરાજીયા, ચતુરભાઇ કાકડીયા, બાબુભાઇ ધામત સહિત તાલુકા પંચાયત સદસ્યો, તમામ સેલ-મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.