લીલીયા મોટાની પટેલ વાડી ખાતે ગત રવિવારના રોજ ક્રિષ્ના ક્રેડિટ સોસાયટી દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે કિચન કેનિંગ ક્લાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલાસનું ઉદ્ધાટન મહિલા વિંગના ભાવનાબેન ગોંડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેન નીતિનભાઇ ત્રિવેદીએ ઉપસ્થિત તમામ લોકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ ક્લાસમાં ૧૫૦ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. સોસાયટીના મેનેજર જીતુભાઇ પાઠકે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ભાવનાબહેને મહિલાઓ માટેના સહકારી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. જિલ્લા સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીએ મહિલાઓને કાયદાનું માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ જાહેર સંસ્થાના પ્રતિનિધિઓએ મહિલાલક્ષી માહિતી આપી હતી. આ તકે ડો. ભાવનાબેન કુંભાણી, સોસાયટીના મેનેજર મગનભાઇ વિરાણી, ઉદ્યોગપતિ ભોળાભાઇ કોટડિયા, પેન્શનર સમાજના રમેશભાઇ પરમાર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીની ટીમે જહેમત ઉઠાવી હતી.