લીલીયા મોટા અને ક્રાંકચ ગામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામયાત્રાનો વિકાસ રથ આવી પહોંચતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને વિવિધ સહાયના ચેક વિતરણ, વિવિધ યોજનાકિય લાભો વિશે માહિતી, ફિલ્મ નિદર્શન યોજાયેલ અને કાર્યક્રમના અંતે
વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી, મહામંત્રી જીજ્ઞેશભાઈ સાવજ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત, જિલ્લા પંચાયત સદસ્ય ભીખાભાઇ ધોરાજીયા, મામલતદાર, ટીડીઓ, તાલુકાના કાર્યકર્તાઓ, આગેવાનો સહિત ગ્રામજનો તથા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.