લીલીયા મહાલ કેળવણી મંડળ સંચાલિત અમૃતબા વિદ્યાલય ખાતે આગામી તારીખ ૨૮મીથી ત્રણ દિવસ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે. જેમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાની ૧૦૫ કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, જિલ્લા કલેકટર અજય દહીંયા, જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી.ગોહિલ, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઇ દુધાત, રમીલાબેન ધોરાજીયા, ગીતાબેન નાકરાણી તેમજ સંસ્થાના પ્રમુખ અરૂણભાઇ પટેલ, મગનભાઇ વિરાણી, બાબુભાઇ ધામત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય હસમુખભાઇ બારડના માર્ગદર્શન હેઠળ સ્ટાફગણ જહેમત ઉઠાવી રહ્યાં છે.