મંગળવારે લીલીયા મોટા ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને બજરંગ દળ દ્વારા એક મોટું હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા વિહિપના પ્રમુખ ઈતેશભાઈ મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક સ્થાનિક નેતાઓ અને આગેવાનોએ હાજરી આપી હતી. સંમેલનનું ઉદ્‌ઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ઈતેશભાઈ મહેતા અને મહેમાનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિહિપ અને બજરંગ દળના વિવિધ હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં લીલીયા તાલુકાના વિહિપના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કિરીટભાઈ રવાણી અને સિધ્ધુભાઈ ચોકસીને ઉપપ્રમુખ તરીકે, પંકજભાઈ વાળાને સંગઠન મંત્રી તરીકે અને રાહુલભાઈ સાનિયાને બજરંગદળના સુરક્ષા સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બજરંગદળ લીલીયા શહેર સંયોજક તરીકે ભૌતિકભાઈ માળવીયા, સહ સંયોજક કરણસિંહ ડોડીયા, દિપકભાઈ, નિરલ રામાણી, ગૌરક્ષા સંયોજક તસ્પત રાઠોડ, જૈમિનભાઈ પાઠક, દિલીપભાઈ ડાભીની નિમણૂક કરવામાં આવેલ.