લીલીયા મોટાના મફત પ્લોટ વિસ્તારમાં રહેતા ઝહીરભાઈ અલારખભાઈ પઠાણના રહેણાંક મકાનમાં ઘરેલુ ગેસનો બાટલો લીકેજ થતા આગ સમગ્ર ઘરમાં આ પ્રસરી જવા પામેલ હતી.
આ આગને બુઝાવવા માટે ઘરમાં વસતા તમામ વ્યક્તિઓ તેમજ વિસ્તારના રહીશોએ ઉપલબ્ધ સાધન સામગ્રી દ્વારા અનેક કોશિશ કરવા છતાં આગ વિકરાળ પ્રમાણમાં વધવાના કારણે ઘરની તમામ ઘરવખરી એસી, ફ્રીજ, પંખા, એલઈડી ટીવી, વાસણ, ગાદલા, ગોદડા વગેરેમાં આગ લાગવાના કારણે નાશ પામી છે.
તેમજ ઘરની દીવાલો પણ ખરાબ થવા પામેલ છે. આગ લાગવાના કારણે અંદાજે રૂ.૧,૩૦,૦૦૦/- નું નુકસાન થવા પામેલ છે. આગના કારણે કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ ઘરવખરી બળીને ભસ્મીભૂત થઈ જવા પામેલ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર, પીજીવીસીએલ તંત્ર તેમજ ટી.ડી.ઓ. દ્વારા સ્થળ તપાસ કરી પંચરોજ કામ કરવામાં આવેલ હતું.