લીલીયા મોટા ખાતે પોષણ માસની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લીલીયાની આંગણવાડી કેન્દ્ર નંબર ૧ થી ૧૧ દ્વારા એક વાનગી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોષણયુક્ત ખોરાકનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કિશોરીઓ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ વાનગીઓનો સમાવેશ થતો હતો. તેમાં પૂર્ણાશક્તિ, કઠોળ અને અન્ય પોષણયુક્ત સામગ્રીમાંથી બનાવેલી અલગ-અલગ વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, શાકભાજી અને અનાજનો ઉપયોગ કરીને રંગોળી ચિત્રો પણ બનાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય સેવિકા પ્રભાબેન રાઠોડ હાજર રહ્યા હતા. તેમની સાથે દરેક કેન્દ્રની કિશોરીઓ, કાર્યકરો અને હેલ્પર બહેનોએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ વર્કર અને હેલ્પર બહેનોએ ખૂબ જ મહેનત કરી હતી.