લીલીયા મોટામાં રહેતો યુવક એક પરિણીતાને ભગાડી ગયો હતો. જે બાબતે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે અજયભાઈ સુરેશભાઈ ડાભીએ મેહુલ ગોબરભાઈ ડાભી તથા ગોબરભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાને ભગાડી જવા મુદ્દે તેમને ગાળો આપી ઢીકાપાટુ માર્યા હતા. ઉપરાંત પેન્ટના નેફામાથી છરી કાઢીને મારતાં આંગળીઓમાં ઈજા થઈ હતી.