લીલીયા મોટા ગામે એક ચોંકાવનારી ઘટના બની હતી. પત્નીને તેડવા ગયેલા પતિ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ચલાલામાં રહેતા અને મોબાઇલનો વેપાર કરતાં ગોપાલભાઇ ચંદુભાઇ વાઘેલા (ઉ.વ.૨૫)એ કાળુભાઇ પાચાભાઇ ચારોલીયા, અજય કાળુભાઇ ચારોલીયા તથા હંસાબેન કાળુભાઇ ચારોલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ગોપાલભાઈની પત્ની અઠવાડિયાથી પિયરમાં રિસામણે ગઈ હતી. જેથી તેઓ તેને તેડવા ગયા હતા. આ સમયે આરોપીઓએ તેમને તને અમારા ઘરે આવવાનું કોણે કિધું કહી ઢીકાપાટુંનો મુંઢ માર-માર્યો હતો.ઉપરાંત છરીથી છ-સાત ઘા પેટના ભાગે મારી દઇ ગંભીર ઇજા પહોચાડી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર પી.બી.લક્કડ વધુ તપાસ કરી રહ્યા છે.