લીલીયા મોટા ગામે ઉમિયા માતાજીના મંદિરે અનિડા ગામના વતની અને કુંકાવાવ-વડીયાના માજી ધારાસભ્ય ઝીણાભાઈ કણસાગરાના પુત્ર મગનભાઈ કણસાગરા હાલ રાજકોટ તરફથી રવિવારે ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખેલ હતો. આ તકે તેમના અમેરિકાવાસી પૌત્ર ડો. ધર્મિન કણસાગરા ઉપસ્થિત રહેલ અને બપોરે ભોજન પ્રસાદ શાંતાબેન મગનભાઈ કણસાગરા તરફથી રાખવામાં આવેલ. આ તકે ઉમિયા મંદિરના ઉપપ્રમુખ મનસુખભાઈ ગાંગડીયા, લીલીયા તાલુકા ડાયમંડ પ્રમુખ ભુપતભાઈ ધામત, ઉમિયા એજ્યુકેશન પ્રમુખ ભરતભાઈ શેખલીયા, મંદિરના ટ્રસ્ટી વશરામભાઈ ધામત, બાબુભાઈ ધામત, બટુકભાઈ સોળીયા, દામજીભાઈ ધામત તથા તમામ ટ્રસ્ટીઓ, મોટી સંખ્યામાં પાટીદાર ભાઈઓ તથા બહેનોએ આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપેલ હતી.









































