લીલીયા મોટાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે એનસીસીનો પ્રારંભ થયો છે. પ્રિન્સિપાલ ડો. રાજેન્દ્રસિંહ રાઠોડની યાદી મુજબ, ૩૦ બહેનો-ભાઈઓને એનસીસીમાં જોડાવા માટેની વિપુલ તક પૂરી પાડવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ, પ્રોફેસર, લીલીયા વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ કોલેજમાં વિવિધ પ્રવૃત્તિઓ શરૂ થવા લાગી છે. જેની સાથે સાથે એનસીસી અને એનએસએસ, રમતગમત, સપ્તધારા, ઉદિસા જેવી સાહસિક પ્રવૃત્તિઓ, અભ્યાસની સાથે સાથે સેવા, સહકાર, ભારતીયતા, આત્મનિર્ભરતા, બહાદુરી વગેરે કૌશલ્યો ખીલે છે.