ભારતના સમૃદ્ધ વન્યજીવન અને જૈવવિવિધતાનાં સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ ફેલવવાના ઉદેશ્ય સાથે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨ ઓક્ટોમ્બરથી ૮ ઓક્ટોબર દરમિયાન વન વિભાગ દ્વરા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલીયા દ્વારા ‘વન્ય જીવ સપ્તાહની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વન વિભાગના આર.એફ.ઓ બી.જી. ગલાણી અને ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા તેમજ પ્રાણીઓનું સંરક્ષણ કરવા અંગેની માહિતીથી માહિતગાર કર્યા હતા. જેમાં ડા. મહેશકુમાર વાઘેલા, ડા. પ્રકાશ પી. પરમાર તેમજ કોલેજના સ્ટાફનો પણ યોગ્ય સહકાર મળ્યો હતો.









































