લીલીયા મોટાની કન્યાશાળામાં ધો. ૧ થી પ ના વિદ્યાર્થીઓ આજે શાળા શરૂ થયાના પ્રથમ દિવસે હોંશે હોંશે અભ્યાસ કરવા આવ્યા હતા ત્યારે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઇ દુધાતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી તથા પુષ્પ આપી સ્વાગત કર્યું હતું. આ રીતે શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે આચાર્યા ભૂમિકાબેન ત્રિવેદી સહિત શિક્ષકો અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. તેમજ જિલ્લા પંચાયત સદસ્ય ભીખાભાઇ ધોરાજીયા, ભનુભાઇ ડાભી, ગૌતમભાઇ વિંછીયા, ઘનશ્યામભાઇ મેઘાણી, અરજણભાઇ ધામત, ઇમરાનભાઇ પઠાણ, હરેશભાઇ ડાભી તેમજ વાલીઓ પણ હાજર રહ્યા હતા.