લીલીયા મોટાના પટેલ નગર વિસ્તારમાં સાંસ્કૃતિક હોલનું ભૂમિપૂજન વિશ્વ બ્રહ્માકુમારીની બહેનો- ચંપાબેન, યોગીતાબેન, ભૂમિકાબેનના હસ્તે કરાયું હતું. આ સાંસ્કૃતિક હોલ અંદાજે પાંચ લાખ જેવી માતબર રકમમાં તૈયાર થશે. આ તકે ભાજપ અગ્રણી ભીખાભાઈ ધોરાજીયા, વિપુલભાઈ દુધાત, સરપંચ જીવનભાઈ વોરા, ઘનશ્યામ મેઘાણી, કેપ્ટન ધામત, ભુરાભાઈ શેખલીયા, હમીર આપા, જીગ્નેશ ઝિંઝુવાડીયા, ભનુભાઈ ડાભી, ભરતભાઈ ઠુંમર સહિતના રાજકીય, સામાજિક આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.