લીલીયા મોટા ખાતે લીલીયા ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન સંજયભાઇ બગડા દ્વારા મામલતદાર-લીલીયા તેમજ પીએસઆઇ લીલીયાને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે, વર્ષો પહેલા ગ્રામ પંચાયત દ્વારા લીલીયા મોટામાં રહેતા ગરીબ દલીતોને જમીન ફાળવાઇ હતી. આ જમીન ઉપર દલીત પરિવારો દ્વારા વાવેતર પણ કરવામાં આવતું હતું. પરંતુ દુષ્કાળ પડતા વાવેતર બંધ થઇ ગયું હતું. હાલમાં આ જમીનની સ્થિતિ અસ્પષ્ટ છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા રેકોર્ડ તપાસીને આ જમીનની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે. આ જમીન જો સરકારમાં ન ગઇ હોય તો દલીત પરિવારોને સોંપવામાં આવે, અન્યથા આ જમીન ઉપર માથાભારે શખ્સોએ બિનકાયદેસર ટોળકી બનાવીને કબજા જમાવેલ છે, જેથી આ અંગે યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે.