પશુ દવાખાના લીલીયા અને પશુપાલન શાખા અમરેલી દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમરેલી જિલ્લા પશુપાલન સમિતિ ચેરમેન લાલજીભાઈ મોર, વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન કાનજીભાઈ નાકરાણી, લીલીયા તાલુકાનાં સરપંચો, તેમજ ડા.એસ.બી. કુનડીયા નાયબ પશુપાલન નિયામક અમરેલી, ડો. એન. બી. પડિયા, પશુચિકિત્સા અધિકારી લીલીયા, ડો. દેસાઈ ના.પ.નિ.ઘ.પ.સુ.યો અમરેલી, ડો. કામદાર, ડો. માલવિયા, તેમજ અન્ય તજજ્ઞો અને ગામલોકો હાજર રહ્યા હતા. આ શિબિરમાં નફાકારક પશુપાલન તેમજ પશુપાલન થકી આર્થિક રીતે સદ્ધર બનવા માટે અલગ અલગ વિષયો પર તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. જેમાં કૃત્રિમ બીજદાન દ્વારા ઓલાદ સુધારણા, પશુ ખરીદી, સરકારની વિવિધ યોજનાઓ, પશુ આહાર માવજત સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.